આઠ શખ્સો સામે માર માર્યાની સામી ફરિયાદ નોંધાઇ વાંકાનેર : વાંકાનેરમાં મકાનના ચણતર કામ દરમિયાન જમીન દબાવવા મામલે બે પાડોશી પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ છે. જેમાં થયેલી મારામારીના બનાવમાં એક પક્ષે ફરિયાદ નોંધાવ્યા બાદ સમાપક્ષે પણ આઠ શખ્સો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેરમાં આવેલ આંબેડકરનગર શેરી ન. ૫ માં રહેતા હસમુખભાઇ શીવાભાઇ રાઠોડએ સમાપક્ષના દેવજીભાઇ ડાયાભાઇ વાઘેલા, પ્રવીણભાઇ વાઘજીભાઇ સુમેસરા, અજય વાઘજીભાઇ સુમેસરા, વિજય વાઘજીભાઇ સુમેસરા, સંદીપ રમેશભાઇ સારેસા, સતીસ વાઘેલા, લાલો વાઘેલા, બંટીભાઇ વાઘેલા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૯ ના રોજ ફરીયાદીનો પ્લોટ આરોપીની બાજુમા આવેલ હોય જે પ્લોટમા ચણતર કામ ચાલુ હોય આ વખતે આરોપીએ ફરીયાદીને કહેલ કે તમોએ અમારા પ્લોટમાની ત્રણેક ફુટ જમીન દબાવેલી હોય તેમ વાત કરતા ફરીયાદીએ કહેલ કે અમોએ તમારા પ્લોટની જમીન દબાવેલ નથી તેમ કહેતા આરોપીઓ પાઇપ, તલવાર અને લાકડી પથ્થર સાથે ફરીયાદી તથા સાહેદો પાસે આવી ફરીયાદીને તથા સાહેદોને ગાળો આપી તથા ઢીકા પાટુનો મારમારી છુટા પથ્થરના ઘા મારી મુંઢ ઈજા પહોચાડી હતી. આ મામલે પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ છે.