હળવદ : હળવદ પોલીસ દ્વારા ઢવાણા ગામમાંથી જુગાર રમતા છ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. ઢવાણા ગામમાં ગત તા. 18ના રોજ રાત્રના સમયે રાજુભાઇ ડુંગરભાઇ ગોદાવરીયાની ઓરડીની સામે ખુલ્લા ફળીયામા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ જયેશભાઇ મગનભાઇ સોરઠીયા (ઉ.વ ૩૭, ધંધો મજુરી), રાજુભાઇ ડુંગરભાઇ ગોદાવરીયા (ઉ.વ ૪૫, ધંધો મજૂરી), દાજીભાઇ ભગવાનભાઇ પરમાર (ઉ.વ ૪૦, ધંધો મજૂરી), ગોરધનભાઇ ભોપાભાઇ સાકરીયા (ઉ.વ ૫૦, ધંધો ખેતમજુરી), ધીરૂભાઇ બચુભાઇ કોરડીયા (ઉ.વ ૫૦, ધંધો ખેતમજુરી) તથા રશીકભાઇ જેઠાભાઇ સાકરીયા (ઉ.વ. ૩૫, ધંધો મજૂરી) (રહે બધા ગામ ઢવાણા, તા હળવદ, જી મોરબી) પકડાયા હતા. તેઓની રોકડ રકમ રૂપિયા ૧૭,૯૩૦/- તથા એક મોબાઇલ ફોન કી.રૂ. ૫૦૦ મળી કુલ ૧૮,૪૩૦/- ના મુદામાલ સાથે અટકાયત કરી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરાઈ છે.