મોરબી : મકનસર-ગોકુલનગરમાં બજરંગદાસ બાપાની મઢુલીએ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન આગામી તા. 26 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 26ના રોજ સવારે 7 કલાકે માવજીભાઈ સરપંચના ઘરેથી મઢુલી સુધી સામૈયા થશે. બાદમાં 8 થી 1-30 કલાક સુધી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરાશે. બપોરે 3 થી 6 કલાક સુધી મહિલા મંડળ દ્વારા ધૂન બોલાશે. તેમજ સાંજે બટુક ભોજન તથા રાત્રે 9 કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત તા. 25ના રોજ સવારે 8 કલાકે દીપકભાઈ ગોહિલના નિવાસસ્થાન ભક્તિનગરથી શોભાયાત્રા નીકળશે. આ તકે આયોજકોએ ભાવિકોને ધાર્મિક ઉત્સવનો લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.