અવારનવાર બસ મોડી ઉપડતા વિધાર્થીઓને હાલાકી મોરબી : મોરબી ભાવપર રૂટની એસટી બસના રોજબરોજના ધાંધિયાથી વિધાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે અને આજે પણ આ એસટી બસ મોડી ઉપડતા વિધાર્થીઓ રોષે ભરાયા હતા. અવારનવાર બસ મોડી ઉપડતા વિધાર્થીઓને હાલાકી ભોગવવી પડતી હોવાનો બળાપો ઠાલવ્યો હતો. મોરબી ભાવપર રૂટની એસટી બસમાં અગાઉ અનેક વખત ધાંધીયા થયા હોવાની વિધાર્થીઓમાં બુમરાણ ઉઠી હતી. ત્યારે વિધાર્થીઓના કહેવા મુજબ ફરીથી આ એસટી બસના ધાંધીયા શરૂ થયા છે અને આ બસના રોજબરોજના ધાંધીયાથી વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેમાં મોરબીથી આ બસનો બપોરે 1 વાગ્યે ઉપડવાનો ટાઈમ છે. પણ બે વાગ્યા સુધી આ બસ મોરબીથી ઉપડતી નથી. જો કે ક્યારેક ડ્રાઇવર અને કયારેક કંડકટર ન આવ્યા હોવાથી આ બસ સમયસર ઉપડતી નથી. આવી રીતે આ બસ વારંવાર અનિયમત ઉપડે છે. આજે પણ આ બસ એક વાગ્યાની જગ્યાએ બે વાગ્યે ઉપડી હતી. આ રીતે બસ ટાઈમસર ઉપડતી ન હોવાથી વિધાર્થીઓ વગર વાંકે હેરાન થાય છે.જેમાં વિધાર્થીઓ વહેલી સવારે મોરબીમાં અભ્યાસ કરવા આવ્યો હોય પરંતુ આ બસ મોડી ઉપડતા વિધાર્થીઓ છેક સાંજે પોતાના ઘરે પહોંચે છે. આથી, રોજબરોજની એસટીની હાલાકી અંગે તંત્ર યોગ્ય પગલા ભરે તેવી વિધાર્થીઓએ માંગ ઉઠાવી છે.