આઝાદીના પ્રથમ ઉદ્બોધક સ્વામી દયાનંદની જન્મભૂમિ ખાતે પહોંચી સાયકલ યાત્રા ટંકારા : આઝાદ હિંદ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર દેશના નરબંકા સમા યુવાનોને ભારતનું શ્રેષ્ઠ ગૌરવ અપાવવા અને ક્રાંતિવીરોની ગાથા જનજન સુધી પહોચાડવાના ઉમદા હેતુથી સોમનાથથી દિલ્હી સુધી નીકળેલી સાયકલ યાત્રા આજે ટંકારા આવી પહોંચી હતી. જેમા વિધાર્થી એકતા સંગઠન શૈક્ષણિક સંસ્થા કોગેસ પ્રમુખ ભુપત ગોધાણી, ચેરમેન મહેશ લાધવા, શ્રીરામ એગ્રોવાળા ભગવાનજીભાઈ સહીત મોટી સંખ્યામાં યુવાનો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશ માટે પોતાના પ્રાણની આહુતિ દેનાર ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, અશફાક ઉલ્લાખાન સહિતના અનેક ક્રાંતિકારીને યુવાનો જીવનમા ઉતારે અને ભારતનુ સર્વશ્રેષ્ઠ બિરુદ અપાવવાના ઉમદા હેતુથી નીકળેલી સાયકલ યાત્રા ટંકારાના રાજમાર્ગો પર ફરી હતી. જેમા દયાનંદ દ્વારથી દેરીનાકા રોડ, રાજબાઈ ચોક, મેઈન બજાર, મોરબી નાકા, અમરાપર રોડ, ઉગમણા નાકે, ધેટીયા વાસ, દેરાસર રોડ થઈ દયાનંદ સરસ્વતી ચોક ખાતે આવી પહોંચી હતી. બાદમાં ગુરુકુળ ખાતે રાત્રી વિશ્રામ કરી કાલે મોરબી જવા રવાના થશે. યાત્રાના અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા એ શહીદોની શહાદતને યાદ કરી આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનારના જીવન ઉપરથી નાગરીકોમા દેશદાઝ વધે અને આ વાત જન જન સુધી પહોંચે એ માટે સાયકલ યાત્રાનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું. સાથે સમ્રાટ બુદ્ધે દેશભક્તિના નારાથી ટંકારાના રાજ માર્ગોને દેશ ભક્તિના નારાથી ગુજતુ કર્યુ હતું.