મોરબી : ગત તા. 13 ફેબ્રુઆરીના રોજ મોરબીની એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલમાં મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા લઘુ ઉદ્યોગના વિષયો લઈને નિબંધ તથા ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. આ ચિત્ર સ્પર્ધામાં રાઠોડ અનુજ દિલીપભાઈ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વિજેતા ઘોષિત થયો હતો. જે બદલ અનુજને જિલ્લા શિક્ષણાધિકારીઓ દ્વારા રૂ. 10,000નો રોકડ પુરસ્કાર તથા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ તકે અનુજને કુટુંબીજનો તથા શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવી ભવિષ્યમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી તેવી શુભેચ્છા આપવામાં આવી હતી.