મોરબી : મોરબીમાં પરિવર્તનના વાવઝોડારૂપે પાટીદાર સમાજ ઘડિયા લગ્ન યોજાઈ રહ્યા છે. જેમાં હાલ સુધીમાં મોરબી ખાતે 350 જેટલા યુગલો ઘડિયા લગ્ન થકી લગ્નગ્રંથીમાં જોડાયા છે. ગઈકાલે તા. 14 ફેબ્રુઆરીના રોજ મોરબીના સરવડ ગામે રહેતા સ્વ. રતીલાલ ત્રીભોવનભાઈ વિઠલાપરાની સુપુત્રી માધવીની સગાઈ વેજલપર નિવાસી (હાલ મોરબી) મનસુખભાઈ કેશવજીભાઈ કૈલાના પુત્ર પાર્થ સાથે કરવામાં આવી હતી. તેના ચાદંલાના પ્રસંગે ઉમિયા સમૂહલગ્ન સમિતિની અપીલને માન આપી બન્નેના સાદાઈથી ઘડિયા લગ્ન લેવાયા હતા. આ પ્રસંગે ઉમિયા સમૂહલગ્ન સમીતીના મહાનુભાવો હાજર રહ્યા હતા અને નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.