મોરબી : મોરબીના રામધન આશ્રમ - ઉમિયા મંદિર ખાતે મહંત ભાવેશ્વરી બેન તથા શિવકથા સેવા સમિતિ દ્વારા શિવ મહાપુરાણ કથાનું તા. 8 થી 16 ફેબ્રુઆરી સુધી આયોજન કરેલ છે. જેમાં શિવકથાનું રસપાન બાળ વિદુષી રતનબેન ભાવવાહી શૈલીમાં કરાવી રહ્યા છે. આ કથા અંતર્ગત આજે તા. 15 ફેબ્રુઆરીના રોજ સાંજે માં ઉમિયાના સાનિધ્યમાં મચ્છુ કાંઠાના પ્રખ્યાત વ્યાસમંડળ દ્વારા જેસલ-તોરલ નાટક સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે. જેમાં જેસલ-તોરલના પાત્રમાં ધીરુભાઈ વ્યાસ અને નાનુભાઈ વ્યાસ પોતાની કલા પાથરશે. આ નાટકને માનવ માટે આયોજકોએ નાટકપ્રેમીઓને જાહેર આમંત્રણ પાઠવેલ છે.