ત્રણ મહિને થતાં કામ રૂ. ૫૦૦માં વહીવટ કરીને એક મહિનામાં જ કરી દેતા હોવાનું તલાટી બોલે છે : હળવદ મામલતદાર કચેરીમાં શહેરના રેવન્યુ તલાટી રૂપિયા માગતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ પણે સંભળાઈ રહ્યું છે હળવદ : હળવદ શહેરમાં આવેલ મામલતદાર કચેરીમાં શહેરના રેવન્યુ તલાટી ઝડપથી કામ કરવાના રૂપિયા માંગ્યા હોવાનો જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં ફરતો કરતા ચકચાર મચી જવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે આગળ આ મહિલા તલાટી પર કેવા પ્રકારની કાર્યવાહી થાય છે. આમ તો રેવન્યુના કામમાં લાંચ આપો તો જ મોટાભાગે કામ થતું હોવાની બુમરાણો ઉઠવા પામી છે. ત્યારે હળવદ શહેરમાં આવેલ મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટીની ફરજ બજાવતા મહિલા તલાટીએ અરજદાર પાસેથી ઝડપી કામ કરાવવા માટે રૂપિયા માગતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતાં ચકચાર મચી ગઈ છે. વાયરલ થયેલ વિડિયોમાં મહિલા તલાટી સ્પષ્ટપણે જણાવે છે કે ત્રણ મહિને થતા કામ એક મહિનામાં કરવા માટે ૫૦૦ રૂપિયા તો દેવા પડે તમારે એવું હોય તો ૩૦૦ દો ચાલશે આવું આ મહિલા તલાટીશ્રી વીડિયોમાં જણાવી રહ્યા છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે આ લાંચિયા મહિલા તલાટી પર કડક કાર્યવાહી કરાશે કે કેમ? મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી રૂપિયા માગતો હોવાનો વિડીયો બે દિવસથી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે ત્યારે લાંચની રકમ મહિલા તલાટી પોતે નહીં પરંતુ તેમના પતિદેવ ઉઘરાવતા હોવાની લોકોમાં ચર્ચાઓ જાગી છે. જેથી, જે પણ અરજદાર સાથે રૂપિયાનું સેટિંગ થાય તો તેની પાસેથી રૂપિયા આ મહિલા તલાટીના પતિદેવ જ લેતા હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. ત્યારે આ સમગ્ર બનાવની તટસ્થ તપાસ થાય તેવી જાગૃત નાગરિકોમાં માંગ ઉઠી છે.