મોટરસાઇકલચાલક ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર વાંકાનેર : ચંદ્રપુર ગામ પાસે કાર અને મોટર સાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાઇકલચાલકને ઇજા પહોંચી હતી તથા કારચાલક નાસી છૂટ્યો હતો. વાંકાનેરમાં બાઉન્ડરી પાસે મોમીનશા બાવાની દરગાહ સામે ચંદ્રપુર ગામ પાસે ગઈકાલે તા. 14 ફેબ્રુઆરીના રોજ કાર નં. GJ-36-F-5287 ના ચાલકે હીરો હોન્ડા સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ નં.GJ-03-HQ-0968 ને પાછળથી હડફેટે લઇ પછાડી દેતા મોટરસાઇકલચાલક લાલજીભાઇ ધનજીભાઇ કીહલા તથા ફરિયાદી રાધીકાબેન લાલજીભાઇ ધનજીભાઇ કીહલા (ઉ.વ.૨૩, ધંધો ઘરકામ રહે હશનપર, BPL વાળી લાઇનમાં તા.વાંકાનેર જી.મોરબી) ફંગોળાઇને પડી ગયા હતા. આથી, રાધીકાબેનને બન્ને હાથે પગે મુંઢ ઇજા થઇ હતી તેમજ લાલજીભાઇને માથામાં અને હાથે પગે ઇજા થઇ હતી. આ બનાવમાં આરોપી કારચાલક નાસી છૂટ્યો હતો. જેની વાંકાનેર સીટી પોલીસે શોડખોલ આદરી છે.