ટંકારા : આજે પુલવામા આતંકી હુમલાની આજે પ્રથમ વરસી છે. ત્યારે ઠેર-ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ટંકારાની ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કૉલેજની વિદ્યાર્થીનીઓએ આ કાળા દિવસે 2 મિનિટનું મૌન પાળીને ગત વર્ષે પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાળ્યું હતું.