ગુજરાતભરમાથી ૧૨ ટીમોએ ભાગ લીધો હતો : ફાયનલમાં સુરત અને કચ્છ વચ્ચે મેચ રમાઇ : ધારાસભ્ય સાબરીયા રહ્યા હાજર હળવદ: હળવદમાં આવેલ શ્રી નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત દિવ્યાંગો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ-અલગ જીલ્લાઓમાંથી ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલમાં સુરત અને કચ્છ વચ્ચે મેચ રમાઈ હતી. જેમા કચ્છ ઇલેવન એ દસ ઓવરમાં ૧૩૩ રનનો ટારગેટ આપ્યો હતો, બાદમાં સુરતે ૯ મી ઓવરમાં ૧૩૪ રન બનાવી લેતા સુરતની ટીમ ચેમ્પિયન બની હતી. આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન ટીમને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. રનર્સપ ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર જીતુભાઈ જોષીના હસ્તે આપવામાં આવ્યા હતા. મેન ઓફ ધ સીરીઝ, મેન ઓફ ધ મેચની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અન્ય ઈનામો જેવા કે બેસ્ટ કોમેન્ટેટર, બેસ્ટ બેસ્ટમેન, બેસ્ટ બોલર, બેસ્ટ સ્કોરર, સ્પોર્ટર, સ્પોનસર સહીતાનાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મેચ દરમિયાન લાઈવ કોમેન્ટરી કરવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટ સફળ બનાવવા માટે નવજીવન વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ જીતુભાઈ જોષી, વિજયભાઈ જોષી, અમર્તભાઈ, કિશોરભાઈ નારદાણી તથા સ્ટાફ અને યુવકોએ ભારે જહેમત ઊઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે હળવદ ખાતે યોજાયેલી બે દિવસીય દિવ્યાંગની ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદી જુદી બાર ટીમોએ હર્ષભેર ભાગ લીધો હતો. જેમાં જુદી જુદી ટીમના ૧૩ થી વધુ ખેલાડીઓએ અન્ય દેશોમાં પણ ક્રિકેટ રમી દેશને ગૌરવ અપાવ્યું છે. સાથે જ ઇન્ટરનેશનલ રાઈફલ સુટરમા દુબઇ ખાતે પ્રથમ નંબર મેળવનાર દિવ્યાંગ ઈલીયાસભાઈ વોરા, હરીયાણા પંચ કુલા ખાતે ૧૦૦ મીટર દોડમાં નવસારીના વાઘેલા દિપકભાઈ, છતીસગઢના રાયપુરમા સી.પી ગ્રુપમાં નેસનલ એથેલેક્ટીવ ગોલ્ડ મેડલ મેળવનાર સતિષભાઈ રાણાનુ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.