મંદિરના પૂજારી કુબાવત પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ શરુ ટંકારા : ટંકારાના મધ્યમાં બિરાજમાન અને આઝાદી પૂર્વેના રામજી મંદિરમાં લક્ષ્મણજી મહારાજની ખંડિત મૂર્તિ નવ-નિર્મિત થયેલ હોય, તેની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આગામી તા. 15 તથા 16 ફેબ્રુઆરીના રોજ શનિવાર તથા રવિવારે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રાણ પ્રતિષ્ઠા ધાર્મિક વિધિ વિધાન સાથે કરવામા આવશે. જે અંતર્ગત આગામી તા. 15 ફેબ્રુઆરી શનિવારે સવારે 8 વાગ્યાથી ગણપતિ પૂજન, રામ પંચાયત આહવાહન, હોમ જલા પૂજનનો કાર્યક્રમ થશે. અને તા. 16ને રવીવારે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા, ધ્વજારોહણ, યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમના શાસ્ત્રી ભાયલાલ પંડ્યા રહશે. તેમજ મૂર્તિના દાતા રબારી સમાજ રામજીભાઈ ગોવાભાઈ રેહશે. આ તકે ચોરાના પુજારી સ્વ. કુબાવત વજેરામ બાપાના જ્યેષ્ઠ પુત્ર રામપ્રસાદ અને તેમના પરીવારે દરેક ધર્મ પ્રેમી જનતાને મહોત્સવનો લાભ લેવા ભાવભયુઁ આમંત્રણ પાઠવ્યું છે.