મોરબી : મોરબીમાં દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના રાજપર ગામે રહેતી લાભુબેન અમૃતલાલ ભટ્ટી ઉવ.૫૫ નામની મહિલા ગત તા.૨૬/૦૧/૨૦૨૦ ના રોજ બપોરના અઢી વાગ્યા વખતે પોતાના ઘરે ચુલા ઉપર રસોઇ બનાવતી વખતે કોઇ કારણોસર શરીરે દાઝી જતા તેણીને પ્રથમ સારવાર મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમ્યાન તા.૨૯/૦૧/૨૦૨૦ ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવના રાજકોટથી કાગળિયા આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.