મોરબી : મોરબીના કેનાલ રોડ પર આવેલી અવની ચોકડી પાસે ટ્રક મકાન સાથે અથડાતાં મકાનની દીવાલને નુકશાન પહોંચ્યું હતું. ગઈકાલે તા. 12 ફેબ.ના રોજ આશરે સાડા ચારેક વાગ્યાના અરશામા મોરબીના કેનાલ રોડ પર આવેલ અવની ચોકડી પાસે રમ્યવાટીકા સોસાયટીમાં કમલેશકુમાર હાકમણી પટેલ (ઉ.વ.૩૦, રહે મહુવાર ગામ, પો.સ્ટ.હીનાઉટી, તા.સિહાવલ, જી.સિધી મધ્યપ્રદેશ)એ ટ્રક નં GJ-09–AV-8109ને રીવર્સમાં ચલાવીને જોશનાબેન વસંતભાઇ જીવાણી (ઉ.વ. ૩૯, ધંધો-ઘરકામ)ના મકાનની દીવાલમાં જમણી બાજુના ભાગે અથડાવી દેતા દીવાલને નુકશાન થયું હતું. આ બનાવની ફરિયાદ જોશનાબેનએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે આરોપીની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.