મોરબી : મોરબીમાં ક્રિષ્ના પેટ્રોલ પંપવાળા પ્રજાપતિ સમાજના જગદીશભાઈ વામજા તેમજ તેમના ભાઈ બળવંતભાઈ વામજા બન્નેના સુપુત્રોના આજે લગ્ન હોય જેમાં મહાનુભાવોનો મેળાવડો જામ્યો હતો. આ વેળાએ અન્ન અને નાગરિક પુરવઠાના મંત્રી હકુભા જાડેજાએ ખાસ હાજરી આપી હતી. આ સાથે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જૂનાગઢ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ચીકાભાઈ સુવાગિયા, જ્યોતિસિંહ જાડેજા, જે.પી. જસવાણી, કે.પી. ભાગીયા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.