મોરબી: નારણકા ગામે રાત્રે ટ્રેક્ટરની બેટરીની ચોરી થતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત મુજબ નારણકા ગામના ખેડુત પ્રવિણભાઇ જીવરાજભાઇ મોરડીયા, ક્રાંતિલાલ કુંવરજીભાઈ મોરડીયા, ભરતભાઇ મગનભાઇ મેરજા, કનુભાઇ મલાભાઇ કારોલિયાના ટ્રેકટરમાંથી બેટરીની ચોરી રાત્રિના સમયે થઇ હતી. તેઓએ નારણકા ગામના સંરપંચ ભગવતીબેન રમેશભાઇ મેરજાને જાણ કરતા તેમણે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માળીયા તથા મકનસરમાં આ જ મોડસ ઓપરેન્ડીથી ટ્રેકટરોમાંથી બેટરીની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે. આ રીતે આસપાસના ગામમોમાં ત્રણથી વધુ ચોરીના બનાવ બન્યા હોવાનું ખુલ્યું છે.