મોરબી : મોરબીના સિમ્પોલો સિરામિકમાં ક્રિષ્ના મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા હેલ્થ ચેક અપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ડો. વિનોદ કૈલા, ડો.ધર્મેશ ભાલોડિયા, ડો.મનોજ કૈલા, ડો.મિરા ફૂલતરિયા, ડો.સોનાલી ભાલોડિયા, દિનેશભાઇ દેલવાડિયા સહિતનાએ ઓર્થોપેડિક, હાર્ટ, દાંત, લોહી, બોડી માસ ઇન્ડેક્સ, ઇસીજી વગેરેની તપાસ કરી હતી. આ કેમ્પનો મોટી સંખ્યામાં કર્મચારીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર જીતુભાઇ અઘારા, મનસુખભાઇ કૈલા, જયેશભાઇ, બી.કે.દાસ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.