આગોતરા જામીન સાથે રજૂ થયેલા આરોપીઓની પૂછપરછ કરી છોડી મુકાયા મોરબી : વર્ષ 2014માં જમીનના ખોટો વારસાઈ આંબો બનાવીને જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો બનાવ બી.ડીવી.પો.મથકમાં નોંધાયો હતો. આ ગુન્હા સંદર્ભે પોલીસે આગોતરા જામીન સાથે રજૂ થયેલા આઠ લોકોની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ બાદ તેઓને છોડ્યા હતા. 2014ની સાલમાં મોરબી બી.ડીવી.પો.મથકમાં ખોટો વારસાઈ આંબો ઉભો કરી જમીન હડપ કરી જવા બાબતે એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદ બાદ આરોપીઓની ધરપકડ ન કરવા માટે કોર્ટનો સ્ટે ઓર્ડર લાગુ થયો હતો. એ સ્ટે ઓર્ડર ઉઠી જતા આ કેસના આરોપીઓ જયવંત મુળદાસ વૈષ્ણવ, રહે. રાજકોટ, વસંતરામ મૂળદાસ રહે. સુલતાનપુર, ભાનુબેન વનમાળીદાસ કુબાવત રહે. દીધળીયા તા.વાંકાનેર, ભુપતરાય મૂળદાસ વૈષ્ણવ રહે. જેતપર, વાઘરવા રોડ, ચંદ્રવદન મૂળદાસ વૈષ્ણવ રહે. હરીનગર ઘૂંટુ, દિનેશ મૂળદાસ વૈષ્ણવ રહે. કુબેરનગર, વિનોદ મૂળદાસ વૈષ્ણવ રહે. સુલતાનપુર અને જયદેવ વસંતરાય વૈષ્ણવ રહે. સુલતાનપુર માળીયા મી.ની અટકાયત કરી તમામ આઠ આરોપીઓને જામીન મુક્ત કર્યા હતા. આ કેસમાં આગોતરા જામીનના કાગળો તપાસી પી.આઈ. ગઢવીને આરોપીઓને જામીનમુક્ત કર્યા હતા.