મોરબી : મોરબીના ફ્રેન્ડ્સ ક્લબ અને રસોઈ શોપ દ્વારા કુકિંગ કાર્નિવલ તથા કુકિંગ ક્વીઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના ઝાયકા કુકિંગ ક્લાસના શેફ જિજ્ઞાબેન સોની સિઝલર તથા સ્ટાર્ટર બનાવતા શીખવશે. તેમજ ઓપન મોરબી કુકિંગ કવીઝમાં ઇનામો અને લકી ડ્રોમાં સોનાની ગિની તથા ઇનામો જીતવાની તક મળશે. આ આયોજન આગામી તા. 12 ફેબ્રુઆરી બુધવારે બપોરે 03 થી 07 વાગ્યા સુધી જલારામ મંદિર હોલ, અયોધ્યાપુરી મેઈન રોડ ખાતે યજવામાં આવેલ છે. જેની ફી ₹ 250/- છે. આ ઉપરાંત, દરેક ભાગ લેનારને રસોઈશોપ તરફથી ₹ 250નું ગિફ્ટ વાઉચર આપવામાં આવશે. તેમજ તનિષ્ક જ્વેલર્સ તરફથી લક્કી ડ્રોના 2 વિજેતાઓને સોનાની ગિની આપવામાં આવશે. તે માટે જે લોકો ફોર્મ ભર્યા હોય, તેઓએ તા. 11-02-2020 સુધીમાં તનિષ્કના શોરૂમમાં જઈ પોતાના નામ લખાવવાના રહેશે. જે લોકોના નામ તનિષ્ક શોરૂમમાં રજિસ્ટર થયેલા હશે તેના જ નામ લક્કી ડ્રો માટે માન્ય ગણાશે. વધુ વિગત માટે મો.નં. 81608 81525, 94282 80599, 98700 86269, 94086 65921 અથવા 97129 92580 પર સંપર્ક કરવાનો રહેશે.