મોરબી : મોરબીમાં જુના બસસ્ટેન્ડ પાછળ મોટરસાઇકલમાં વિદેશી દારૂ રાખી બંને શખ્સો નાસી છૂટ્યા હતા. ગઈકાલે તા. 7 જાન્યુઆરીના રોજ મોરબીમાં જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ લાતી વિસ્તારમાં આરોપીઓ મોહીન મહમદભાઇ મીયાણા (રહે. મોરબી જુના બસ સ્ટેશન, મચ્છીપીઠ) તથા મહમદ રફીકભાઇ ફકીર (રહે. મોરબી જુના બસ સ્ટેશન પાછળ, મચ્છીપીઠ)એ હીરો સ્પ્લેન્ડર મો.સા રજી નં જી.જે.૩૬.ડી.૦૮૧૫માં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૬, કી.રૂ-૧૮૦૦/- રાખી નાસી છૂટ્યા છે. હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા વિદેશી દારૂ તથા મોટર સાઇકલ સહીત કુલ રૂ. 21,800 કબ્જે કરી આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે.