મોરબી: ઓદ્યોગિક નગરી મોરબીમાં જ્યાં એક તરફ સમૃદ્ધિની ઝાકમઝોળ જોવા મળે છે તો બીજી તરફ શહેરના અનેક ઝૂપડપટ્ટી વિસ્તારના લોકો બે ટાઈમની રોટી માટે તરવરતા જોવા મળે છે. ત્યારે ઉદ્યોગક્ષેત્રની સાથે સેવાકીય પ્રવૃતિઓમાં હરફાળ ભરવા લાગ્યું છે. શહેરીજનો વિવિધ શુભ પ્રસંગોની ઉજવણી પશુ-પંક્ષીઓને ઘાસચારો અથવા તો નિરાધાર અને વંચિતો સાથે કરતા હોય છે. જેમાં આજે પુત્રના જન્મદિવસની પિતા દ્વારા પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીના વણકરવાસમાં રહેતા ભાવેશભાઈ જગદિશભાઈ સોલંકીએ પોતાના પુત્ર નિશ્ચયના બીજા જન્મદિવસ નિમિત્તે મોરબીની જુદા-જુદા સ્લમ વિસ્તારમાં નાના બાળકોને તથા વૃદ્ધાશ્રમના વડીલોને નાસ્તો કરાવી જન્મદિવસની ઉજવણી કરી ખરા અર્થમાં આનંદ અનુભવ્યો હતો.