મોરબી : મોરબીમાં મુખ્યમંત્રી અમૃતમ (મા) અને આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મોરબીની જનરલ હોસ્પિટલ અને ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી તથા જયદીપ હોસ્પિટલ - અમદાવાદના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક નિદાન અને ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ આગામી તા. 22 ફેબ્રુઆરીના રોજ શનિવારે જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), ગાંધી ચોક ખાતે સવારે 10 થી 12 કલાક સુધી યોજાશે. આ કેમ્પમાં નામ નોંધાવવા માટે મો.નં. 94282 49982 પર સંપર્ક કરવાનો રહેશે.