મોરબી હોમગાર્ડ યુનિટે જિલ્લા કમાન્ડરને આવેદન આપી તાકીદે બાકી માસનો પગાર ચુકવવાની માંગ ઉઠાવી મોરબી : મોરબીમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા 45 જવાનોનો ત્રણ માસથી પગાર થયો ન હોવાથી ઘરનું ગુજરાન ચલાવવા માટે રાત્રીએ હોમગાર્ડની ફરજ બજાવ્યા બાદ દિવસે પણ અન્ય જગ્યાએ હોમગાર્ડના જવાનોને ના છૂટકે નોકરી કરવી પડે છે. તેથી, મોરબી હોમગાર્ડ યુનિટે આજે આ મામલે હોમગાર્ડના મોરબી જિલ્લાના કમાન્ડરને આવેદન આપ્યું હતું અને બાકી માસનો હોમગાર્ડના જવાનોને પગાર ચુકવવાની માંગ કરી હતી. મોરબીમાં 45 જેટલા હોમગાર્ડના જવાનો શહેરની વિવિધ જગ્યાએ નાઈટ ડ્યુટીમાં ફરજ બજાવે છે. પરંતુ આ હોમગાર્ડના 45 જવાનોને છેલ્લા ત્રણ માસથી પગાર મળ્યો નથી. આથી, મોરબી હોમગાર્ડના 45 જેટલા જવાનોએ આ મામલે આજે મોરબીના સામાકાંઠે સોઓરડી રોડ ઉપર આવેલ એસપી કચેરી નજીકના ચોકમાં એકત્ર થઈને મોરબી હોમગાર્ડ યુનિટના નેજા હેઠળ જિલ્લા કમાન્ડરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આવેદનપત્ર જણાવ્યું હતું કે મોરબી હોમગાર્ડમાં ફરજ બજાવતા 45 જેટલા જવાનીને છેલ્લા ત્રણ માસથી પગાર ન મળતા ઘરનું ગુજરાન ચલાવવામાં ધણી મુશ્કેલી પડી રહી છે. હોમગાર્ડના જવાનોને રૂ. 8 હજાર જેટલું માસિક વેતન આપવામાં આવે છે. જો કે આજના મોંઘવારીના સમયમાં ઘણું જ ઓછું વેતન હોવા છતાં પણ આ જવાનો નાઈટ ડ્યુટી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. પણ હવે ઓછા માસિક વેતન પણ ત્રણ માસથી ન ચૂકવતા હોમગાર્ડના જવાનોને ઘરનું ગુજરાન ચલાવવા માટે નાઈટ ડ્યુટી કર્યા બાદ દિવસે પણ અન્ય જગ્યાએ નોકરી કરવી પડે છે. જેથી, હોમગાર્ડના જવાનોને ભારે મુશ્કેલી પડતી હોવાથી વહેલાસર બાકી માસનો પગાર ચુકવવાની માંગ કરી હતી. આ અંગે પ્લાટુંન કમાન્ડર અને હાલના ઇન્ચાર્જ જે. એન. વાઘેલાએ જણાવ્યું હતું કે ઓફિઝિલયસી અને કનેટક્ટિવિટી પ્રોબ્લમને લીધે પગાર અટક્યો હતો. જો કે અહીં જિલ્લા ઓફિસથી તમામ પગારના બિલો મોકલાવી દીધા છે અને આ અંગે ટુક સમયમાં યોગ્ય પગલાં ભરાશે તેવું તેમણે જણાવ્યું હતું.