અચાનક જાહેર કરાયેલો નિર્ણય શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે થોડો કપરો સાબિત થાય તેવો મોટા ભાગના શાળા સંચાલકોનો મત મોરબી : ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષથી જ 20 એપ્રિલે નવું શૈક્ષણિક સત્ર શરૂ કરાવવાના નિર્ણયથી ખાનગી શાળા સંચાલકો વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવાની સ્થિતિમાં આવી ગયા છે. ત્યારે મોરબીની ખાનગી શાળા સંચાલકોની પ્રતિક્રિયા જાણવા મોરબી અપડેટે વિવિધ શાળા સંચાલકો સાથે ખાસ વાતચીત કરી હતી. 'શાળા સંચાલકોને અગાઉથી જાણ કરી હોત તો સરળતા રહેત' : જીતુભાઇ (નીલકંઠ વિદ્યાલય) મોરબીની નીલકંઠ વિદ્યાલયના જીતુભાઇ સાથે વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે, સીબીએસસી પેટર્ન પ્રમાણે શૈક્ષણિક સત્ર શરૂ કરવા માટે સરકારનો આ નિર્ણય આવકારદાયક છે પરંતુ આ વિશે શાળા સંચાલકોને અગાઉથી જાણ કરવામાં આવી હોત તો એ વધુ અનુકૂળ રહેત. ખાસ કરીને કોર્ષ પૂર્ણ કરવામાં હવે ઉતાવળ કરાવવી પડશે. જો કે એ અશક્ય નથી. પરંતુ આ વર્ષે શાળાઓ દ્વારા આયોજિત થતી 10-12 દિવસની એડવેન્ચર્સ ટૂર કેન્સલ કરવી પડી રહી છે. અગાઉથી થયેલા બુકીંગ કેન્સલ કરાવવા પડ્યા છે. જેનાથી વાલીઓએ ચૂકવેલી રકમ ટુર્સ ઓપરેટર્સ પાસેથી કપાઈને પાછી આવશે. વળી હાલ જે બજેટમાં ટૂરનું આયોજન થતું હોય છે એવી જ ટૂર મેં માસમાં કરવાથી બજેટ વધી જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. 'આ નિર્ણયથી થોડી અવ્યવસ્થા સર્જાઈ શકે છે ': મનોજભાઈ ઓગણજા (રાંદલ વિદ્યાલય) સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને રાંદલ વિદ્યાલયના ટ્રસ્ટી મનોજભાઈ ઓગણજાએ જણાવ્યું હતું કે, અચાનક લેવાયેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓને થોડું નુકશાન થઈ શકે છે. વળી ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં નવા સત્રનો પ્રારંભ થવાથી પણ થોડી મુશ્કેલીઓ થઈ શકે છે. અભ્યાસક્રમ ચલાવવાના આયોજનો એક વર્ષ અગાઉ થઈ ગયા હોય છે ત્યારે હવે આ વર્ષ પૂરતા અભ્યાસક્રમ પૂરો કરવા માટે એ આયોજનમાં અવ્યવસ્થા ઉભી થઇ શકે છે. મનોજભાઈએ વધુમાં મોરબી અપડેટના પૂછેલા એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે પાછલા સપ્તાહે મોરબી આવેલા શિક્ષણ સચિવ રાવ સાહેબે બીઆરસી ભવનમાં ખાત્રી આપી હતી કે વિદ્યાર્થીઓને પુસ્તકો સમયસર મળી રહે એવી વ્યવસ્થા સરકારે ગોઠવી છે. ત્યારે હવે 20 એપ્રિલ સુધીમાં પાઠ્યપુસ્તકો પુરા પાડી શકાશે કે કેમ તે હવે જોવું રહ્યું. જો કે મોરબી આવેલા શિક્ષણ સચિવ પાસેથી આ વર્ષથી સત્રની સમયસારણી બદલાઈ જશે એવી કોઈ વાત ત્યારે જણાવવામાં આવી ન હતી. કુલ મળીને ચાલુ સત્રના અંતમાં અને આવનારા નવા સત્રના શરૂઆતના સમયગાળા માટે થોડી અવ્યવસ્થા સર્જાઈ શકે છે એવું મનોજભાઈએ જણાવ્યું હતું. છાત્રોને શાળા કે પ્રવાહ બદલવો હોય તો મુશ્કેલી સર્જાશે : રમણિકભાઈ (નિર્મલ વિદ્યાલય) નિર્મલ વિદ્યાલયના રમણિકભાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, NCRT પ્રમાણે હાલ ગણિત અને વિજ્ઞાનના પુસ્તકો બદલાઈ ગયા છે પરંતુ જો આ બે વિષય સિવાયના અન્ય પુસ્તકો બદલવાનો નિર્ણય પણ જો NCRT પ્રમાણે અમલ કરવાનો થશે તો બજારમાં એ પુસ્તકોની ઉપલબ્ધ તંત્ર સમયસર કરાવી શકશે કે કેમ એ અંગે તેઓએ આશંકા વ્યક્ત કરી હતી. વળી 10માં ધોરણની પરીક્ષા આપ્યા બાદ 11માં ધોરણમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને હાલની શાળા બદલવી હોય કે આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ પ્રવાહમાંથી અન્ય પ્રવાહમાં જવું હોય તો SSC બોર્ડનું રિઝલ્ટ આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. કેમકે માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ મેં મહિનામાં આવે તો 11માં ધોરણમાં પ્રવેશતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષ પૂરતી સમસ્યાઓ ઉદ્દભવી શકે છે. બોર્ડનું પરિણામ ન આવે ત્યાં સુધી અસમંજસની સ્થિતિ સર્જાશે : નિલેશભાઈ (નિર્મલ વિદ્યાલય) મોરબી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ નિર્મલ વિદ્યાલયના નિલેષભાઈએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે શિક્ષણ મંત્રાલયનો આ નિર્ણય આવકાર્ય છે પરંતુ 11માં ધોરણમાં પ્રવેશનારા વિદ્યાર્થીઓ માટે જ્યાં સુધી 10માં ધોરણનું પરિણામ ન આવે ત્યાં સુધી અસમંજસની સ્થિતિ ઉભી થઇ શકે છે. વળી 10માં અને 12માં ધોરણની પરીક્ષા માટે જે-જે શાળાઓને કેન્દ્ર ફાળવવામાં આવ્યા હોય એ શાળાઓમાં બોર્ડની આ પરીક્ષાઓ દરમ્યાન અન્ય શિક્ષણિક કાર્ય બંધ રહેતું હોય હાલ નવી ગોઠવાયેલી વ્યવસ્થા સંદર્ભે વિદ્યાર્થીઓના અભ્યાસમાં એટલા દિવસો તો ઓછા રહે છે ત્યારે હાલ અભ્યાસક્રમ પૂરો કરવા માટે ગોઠવાયેલી વ્યવસ્થા પર અસર થવાની છે જ છે એ ઉપરાંત વધુ ભાર આ વર્ષ પૂરતો રહેશે. જો કે શિક્ષણ વિભાગે એ અંગે કશું વિચાર્યું જ હશે. નવી ગોઠવાયેલી વ્યવસ્થા વિદ્યાર્થીઓના હિત માટે જ છે પરંતુ આ વ્યવસ્થા કઈ રીતે ઇમ્પ્લીમેન્ટ થાય છે તેના પર બધો આધાર રહેલો છે એમ અંતમાં નિલેશભાઈએ જણાવ્યું હતું. શિક્ષકો માટે રાત ઓછી અને વેશ જાજા જેવો ઘાટ ઘડાયો : બળદેવભાઈ (નવયુગ સ્કૂલ) નવયુગ શાળાના બળદેવભાઈએ વહેલા શૈક્ષણિક સત્ર શરૂ કરવાના સરકારના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નવમા અને અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓને તો આવનારા બોર્ડના વર્ષ માટે અગાઉથી જ તૈયારીઓ કરાવવામાં આવતી હોય એ અંગે ખાસ આયોજન કરવું પડશે નહીં પરંતુ એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ પૂરતા શૈક્ષણિક દિવસો અપૂરતા રહેશે.અગાઉ આયોજિત અભ્યાસક્રમ માટેના દિવસોમાં કાપ મુકવો પડી શકે છે. માટે કાં તો અભ્યાસક્રમ ઝડપથી પૂરો કરવો પડે અથવા ના છૂટકે અમુક ચેપટરો સ્કીપ કરવા પડે એવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે. ખાસ કરીને શિક્ષકો માટે રાત ઓછી અને વેશ જાજા જેવો ઘાટ ઘડાયો છે. પરિણામો તૈયાર કરવા માટે સમયની સમસ્યા રહેવાની છે. બોર્ડની પરીક્ષાના પેપર ચેક કરવા ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ પેપર ચેક કરી પરિણામ તૈયાર કરવાની પ્રક્રિયા માટે સ્ટાફે ભારે માનસિક કસરત કરવી પડશે. શાળાઓમાં સ્ટાફના પગાર માટે તેમજ અન્ય આનુસંગિક વ્યવસ્થા તંત્ર માટે નાણાકીય હિસાબી વ્યવસ્થામાં ફેરફાર કરવાની કસરત દરેક સ્વનિર્ભર શાળા સંચાલકોએ કરવી પડશે. આ વર્ષ પૂરતી આ સમસ્યા ઉદ્દભવે એવી શક્યતા સિવાય સીબીએસસી પેટર્ન મુજબની આ વ્યવસ્થા ઓલ ઓવર પ્રોપર હોવાનું બળદેવભાઈએ જણાવ્યું હતું. ધો.1થી જ CBSC પેટર્ન આવે તો છાત્રોને સમગ્ર દેશમાં સમાન તક મળી શકે : હાર્દિકભાઈ (નવજીવન સ્કૂલ) CBSC નવજીવન...