મોરબી : મોરબીના એલ. ઈ. કોલેજ પાસે આવેલા અગ્નેશ્વર મહાદેવ મંદિરે આગામી તા. 13 થી 21 ફેબ્રુઆરી સુધી રામ ચરિત્ર માનસ નવાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ સ્થાનેથી ગીતાબેન પંડ્યા કથાનું રસપાન કરાવશે. કથાનો સમય બપોરે 2 થી 6 કલાકનો તથા કથા વિરામ મહા શિવરાત્રીના દિવસે સવારે 8 થી 11 નો રહેશે. આ તકે કથા શ્રવણનો લાભ લેવા માટે આયોજકો દ્વારા શહેરીજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.