મોરબી : મોરબી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)એ ભચાઉ પોલીસ સ્ટેશનના મોટર સાઈકલની ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. ગત તા. 5 ફેબ.ના રોજ મોરબી LCBને મળેલ બાતમી આધારે હાજીભાઇ અકબરભાઈ માણેક/મિયાણા (રહે. કુબેર ટોકીઝ પાછળ, હાલ રહે. વિસીપરા, રણછોડનગર, મોરબી)ની પૂછપરછ કરતા પોતે ગત તા. 4ના રોજ ભચાઉ શહેર વિસ્તારમાંથી એક હીરો મોટર સાઈકલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બાદમાં LCBએ ચોરાયેલ સિલ્વર કલરનું હીરો મોટર સાઇકલ નં. GJ12DF0913 કી.રૂ. 20,000 નો મુદ્દામાલ રિકવર કરી આરોપીને પકડી પાડેલ છે.