મોરબી : મોરબીના રામધન આશ્રમ - ઉમિયા મંદિર ખાતે મહંત ભાવેશ્વરી બેન તથા શિવકથા સેવા સમિતિ દ્વારા શિવ મહાપુરાણ કથાનું આગામી તા. 8 થી 16 ફેબ્રુઆરી સુધી આયોજન કરેલ છે. જેમાં શિવકથાનું રસપાન બાળ વિદુષી રતનબેન કરશે. આ કથા અંતર્ગત સાહિત્ય ક્ષેત્રને આવરતા કાવ્ય સંધ્યાનું તા. 9ના રોજ સાંજે 8 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કવિ કાયમઅલી હજારી, ભાવેશ જેતપરીયા, રૂપેશ પરમાર 'જલરૂપ', બિપિન મધુર, શૈલેન મહેતા 'સરયૂ', જનાર્દન દવે 'અઘોરી' તથા ઉષા દવે 'DAWN' પોતાની કવિતા પ્રસ્તુત કરશે. તેમજ કાર્યક્રમનું સંચાલન રામ વારોતરિયા કરશે. આ કાર્યક્રમમાં સાહિત્યકાર ડો. સતિષભાઈ પટેલ તથા ઉદ્ઘોષક ડો. શૈલેષભાઇ રાવલ ઉપસ્થિત રહેશે. આ તકે આયોજકો દ્વારા કાર્યક્રમને માણવા માટે સાહિત્ય પ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.