મોરબી : તાલુકાના હરિપર ગામ નજીક આવેલી એક પેપર મિલમાં કામ દરમ્યાન દાઝી જતા ઇજાગ્રસ્ત પરપ્રાંતીય શ્રમિક વૃદ્ધનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. હરિપર (કેરાળા) ગામ નજીક આવેલી એલીકા પેપર મિલમાં ગઈ કાલે રાત્રે કામ કરી રહેલા પરપ્રાંતીય જયપ્રકાશ એન. ઉં.વ.66 રહે. હરિપર (કેરાળા) સ્ટાર્ચની ટેન્ક ઓવરફ્લો થઈ જતા અકસ્માતે દાઝી ગયા હતા. આથી તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજતા મોરબી તા. પો.મથકના એ.એસ.આઈ. આર. બી.વ્યાસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.