ટંકારા : ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવા અંગે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત અનુસાર ટંકારા તાલુકાના લજાઈ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રોજની 50થી વધુ ઓ.પી.ડી. થાય છે. કોઈ વખત ઇમર્જન્સી કેસ સમયે દર્દીને પ્રાઇવેટ વાહન ના ઉપલબ્ધ બનતા દર્દીને આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચવા મુકેલીનો સામનો કરવો પડે છે. આથી, લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને તાત્કાલિક એમ્બ્યુલન્સ આપવા DDO પાસે માંગ કરાઈ છે.