મોરબી : મોરબી તાલુકા પોલીસે અલગ અલગ નવ બનાવોમાં 5 પીધેલી હાલતમાં, 2 શખ્સોને દેશી દારૂની કોથળીઓ સાથે તથા બેને વિદેશી દારૂની એક એક બોટલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા પોલીસે ગુરમીતસિંગ અમરીતસિંગ ડીલો રહે. શેર એ પંજાબ હોટલ, બહાદુરગઢ પાટિયા પાસે, ભાવેશ દેવજીભાઈ કુકવા રહે. કાલિકાનગર તથા સીટી.એ.ડીવી. પોલીસે મેહુલ હરસુરભાઈ જિલરીયા રહે. ઉમિયા સર્કલ યદુનંદન સોસા. તથા બી.ડીવી. પોલીસે ચેતન ચંદુલાલ સૈજા રહે. હાઉસિંગ બોર્ડ સોસા, હનુમાનજીના મંદિર પાસે, મોરબી અને રામભાઈ બાબુભાઇ સાલાણી રહે. લાભનગર, વેજીટેબલ રોડ વાળાને દારૂનો નશો કરેલી હાલતમાં ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મોરબી સીટી.એ.ડીવી.પોલીસે ગૌરવ ઉર્ફે કાનો ડાયાભાઇ જોગીયાણી રહે. નાનીબજાર, જોડિયા હનુમાનવાળી શેરી, મોરબી તથા અલ્તાફ અબ્દુલ ચનીયા રહે. કાલિકા પ્લોટ, સાયન્ટિફિક રોડ, મોરબી બન્નેને ભારતીય બનાવટના વિદેશી દારૂની એક એક બોટલ સાથે ઝડપી પાડ્યા છે. જ્યારે સીટી.બી.ડીવી.પોલીસે અજય પરષોત્તમ કુવરિયા રહે ત્રાજપર, અવેડા પાસે મોરબીને 12 કોથળી દેશી દારૂ તેમજ નરેશ નવઘણ કુવરિયા રહે. શંકારવાળી શેરી, ત્રાજપર વાળાને 20 કોથળી દેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.