દીકરીઓને રૂપિયા ૮૦ હજારનો કરિયાવર અપાયો : સંતો મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ રહ્યાં હાજર વાંકાનેર : વાંકાનેર ખાતે આજરોજ ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં ૫૩ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા આ રૂડા પ્રસંગે ભરવાડ સમાજ ના સંતો મહંતો તેમજ રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા વાંકાનેર ખાતે આવેલ શ્રી મચ્છુ માતાજીના મંદિર ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા છેલ્લા દસ વર્ષથી સમાજમાં એકતા વધે અને ભાઈ ચારો જળવાઈ રહે તેવા હેતુ સાથે કોઈ ખોટા ખર્ચા નહીં અને દેખાદેખી થી પર ઉઠી એક જ માંડવા નીચે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે યોજાયેલા સમૂહલગ્નમાં ૫૩ દીકરીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા નવદંપતીઓને આશીર્વાદ આપવા ભરવાડ સમાજના ધર્મગુરૂ પૂજ્ય ૧૦૦૮શ્રી ઘનશ્યામ પુરી બાપુ, દ્વારકા થી મુન્ના બાપુ,મોરબી થી ગાડુ ભગત તેમજ વાંકાનેરના યુવરાજ કેસરી કેસરી સિંહ જી, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મગનભાઈ વડાવીયા ભરવાડ સમાજના અગ્રણી માત્રાભાઇ મુંધવા, કવાભાઈ ગોલતર,જયેશભાઈ ગોલતર,વિભાભાઈ ડાભી, સહિતના અગ્રણીઓ હાજર રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા સાથે જ સમૂહ લગ્ન સમિતિ દ્વારા ગોપાલક સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વર્ષ ૨૦૧૯માં સરકારી નોકરીમાં પસંદગી પામેલા યુવાનોને તેમજ સમૂહ લગ્નમાં સહયોગ આપનાર દાતાઓનું સંન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ વર્ષથી વાંકાનેર ખાતે ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા સફળતાપૂર્વક ભરવાડ સમાજના સમુહ લગ્નનું આયોજન કરે છે અહીં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી દિકરીઓને મદદરૂપ થાય છે આ સમૂહ લગ્ન સમિતિ દ્વારા દરેક દીકરીઓને રૂપિયા ૮૦ હજારથી વધુનો કરિયાવર આપે છે અહીં અત્યાર સુધીમાં ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૪૩૮ થી વધુ દીકરીઓના આજ માંડવા નીચે લગ્ન કરાવી આપ્યા છે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગોપાલક સમુલગન સમિતિના પ્રમુખ હિરાભાઇ બાંભા તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.