મોરબી : મોરબીની વાવડી ચોકડીથી છેક કામધેનુ પાર્ટી પ્લોટ સુધી આજે બપોરના સમયે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિકજામને કારણે વાહનોની મસમોટી કતારો લાગી હતી અને વાવડી ચોકડીથી કામધેનુ પાર્ટી પ્લોટ સુધી વાહન વ્યહવાર ખાસ્સો સમય સુધી એકદમ કાચબા ગતિએ ચાલતા અસંખ્ય વાહન ચાલકો ટ્રાફિકમાં રીતસરના ફસાઈ ગયા હતા. કામ સબબ નીકળેલા અનેક વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી. જો કે એક તરફ પંચાસર ચોકડી પાસે રોડનું પણ કામ ચાલુ છે. ત્યારે વાવડી ચોકડી પાસે આજે કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.