મોરબી : જીવાપરમાં રહેતી એક મહિલાએ પોતાની જાતે સળગીને આપઘાત કર્યો હતો. જીવાપર (ચકમપર)માં રહેતી 21 વર્ષીય યુવતી નિમુબેન મેહુલભાઇ હમીરપરાએ પેટમા દુખાવાના કારણે ગઈકાલે તા. 30ના રોજ બપોરે 3-30 વાગ્યા આસપાસ પોતાની જાતે પોતાના ઘરે સળગી જઈ જીવન ટૂંકાવ્યું હતું. તેમના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે મોકલવામાં આવેલ હતો. વધુમાં, જાણવા મળતી વિગત અનુસાર મૃતક યુવતીના લગ્ન થયાને 4 માસનો સમયગાળો થયો હતો. હાલમાં મોરબી તાલુકા પોલીસ બનાવ અંગે વધુ તપાસ કરી રહી છે.