મોરબી : મોરબીના રફાળેશ્વર પાસે આજે એક્ટિવા અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણવા મળતી વિગત અનુસાર ટ્રકના પાછળનો ભાગ એકટીવા સાથે અથડાતા એકટીવાના આગળના ભાગે નુકસાન થયું છે. તેમજ એકટીવા ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે થોડીવાર ભીડ જમા થઇ ગઈ હતી. તેથી, ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ હતી.