મોરબી : મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ અને નિવાસી અધિક કલેક્ટર કેતન પી. જોષીની વિશેષ ઉપસ્થિતિમાં શહીદ દિન નિમિત્તે મોરબી કલેક્ટર કચેરીના તમામ વિભાગો દ્વારા શહીદ વીરોના બલિદાનને યાદ કરી મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવા સવારે ૧૧ વાગ્યે ૨ મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. ૩૦મી જાન્યુઆરી એટલે શહીદ દિવસ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યે રૂણ અદા કરવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાંથી અધિકારીઓ અને કર્મચારીઓએ કોન્ફરન્સ હોલમાં એકત્ર થઇ બે મિનિટ મૌન પાડી અને શહીદ વીરોના બલિદાનો યાદ કરી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.