વર્કશોપમાં દેશ-વિદેશના કુલ ૧૪૪ કાન-નાક-ગળાના નિષ્ણાંત તબિબો ઉત્સાહભેર જોડાયા મોરબી : કાન-નાક-ગળાના નિષ્ણાંત તબિબ ડો. હીતેશ પટેલ (ઓમ હોસ્પીટલ), ડો. પ્રેયશ પંડ્યા (શિવમ હોસ્પીટલ), ડો. હીતેશ શાહ (શ્રવણ હોસ્પીટલ-અમરેલી), ડો. અજય સાંગાણી (સાંગાણી હોસ્પીટલ, કેશોદ) દ્વારા તાજેતરમા નેશનલ લેવલ વર્કશોપ Excellent-2020 નુ મોરબી ઓમ હોસ્પીટલ ખાતે આયોજન કરવામા આવ્યુ હતુ. આ વર્કશોપમા રાષ્ટ્રીય કક્ષાના કાન-નાક-ગળાના નિષ્ણાંત તબિબ ડો. સતિષ જૈન (જૈન ઈ.એન.ટી. હોસ્પીટલ, જયપુર) સહીતના ભારતભરના ૧૪૧ તબિબો ઉપરાંત બાંગ્લાદેશના ૩ નિષ્ણાંત તબિબો સહીત કુલ ૧૪૪ તબિબો જોડાયા હતા. વર્કશોપ દરમિયાન નિષ્ણાંત તબિબોએ ૧૪ જેટલી ગંભીર સર્જરી કરી હતી. જેનુ લાઈવ ડેમોન્સ્ટ્રેશન સ્ક્રીન પર પ્રદર્શિત કરવામા આવ્યુ હતુ, તે ઉપરાંત યુ-ટ્યુબના માધ્યમથી વિશ્વભરના કુલ ૪૫૦૦ જેટલા તબિબોએ લાઈવ ક્રિટીકલ સર્જરી નિહાળી હતી. આ વર્કશોપમા ભાવનગર નજીકના એક ગામડાના દર્દી હસમુખભાઈ (ઉ.વ.૨૦) કે જેઓને નાક મા રહેલ લોહીની નળીમા ગાંઠ (ANGIOFIBROMA) કે જે મગજની અંદર રહેલ CAVOURNOUS SINUS મા જતી હતી અને તે મગજની અંદર રહેલ નસ CAROTID ARTERY ને ચોંટેલ હતી. જેની સર્જરીનો કુલ ખર્ચ આશરે ૧૦ લાખ જેટલો થતો હોય છે. તેનુ આ વર્કશોપમા નિષ્ણાંત તબિબો દ્વારા વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ તથા સફળતા પૂર્વક ગાંઠ દુર કરી દર્દીને નવજીવન બક્ષ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે તબિબિ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાની વર્કશોપનુ આયોજન સામાન્ય રીતે મોટા શહેરોમા થતુ હોય છે પરંતુ ઈતિહાસમા પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાના ઈ.એન.ટી. વર્કશોપનુ સફળ આયોજન કરવા બદલ ડો. હીતેશ પટેલ તથા ડો. પ્રેયશ પંડ્યાએ સમગ્ર મોરબીને ગૌરવ અપાવ્યુ છે. આ સફળ આયોજન બદલ ઈન્ડીયન મેડીકલ એશોસિયેશનના તબિબો ઉપરાંત શુભચિંતકો તરફથી ડો. હીતેશ પટેલ, ડો. પ્રેયશ પંડ્યા, ડો. હીતેશ શાહ તથા ડો.અજય સાંગાણી પર અભિનંદન સહ શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.