મોરબી : મોરબીના સામાજિક કાર્યકર જીતુભાઇ ઠક્કર દ્વારા આજે તા. 31 જાન્યુઆરીના રોજ શહેરમાં ગંદકી અને ભૂગર્ભ લાઇનોની અવ્યવસ્થા દૂર કરવા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં જણાવ્યા અનુસાર મોરબી શહેર ગંદકી અને ભૂગર્ભ ગટર છલકાવવા, ચોક-અપ થઇ જવાના કારણે રોગચાળાની ઝપટમાં આવી ગયું છે. ત્યારે આધેડડ ભૂગર્ભમાં અપાયેલ કનેક્શનને નાબૂદ કરી યોગ્ય આયોજન કરવા તથા વોર્ડ/વિસ્તારવાઇઝ સફાઈ કામદારોને અપાયેલ કાર્યની નિયમિત સમીક્ષા કરવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, ઘણી જગ્યાએ ભૂગર્ભ ગટરમાંથી નિયમિત રીતે પાણી છલકાઈને રોડ પર વહે છે. ત્યાં ટેક્નિકલ અને ડિઝાઇનનો રી-સર્વે કરીને યોગ્ય નિરાકરણ લાવવા અનુરોધ કરાયો છે.