ગાંધીચોક પાસેના પાર્કિગને ખુલ્લું કરાયું : ગાંધીબાગના પાર્કિંગમાં આડેધડ વાહનો લોક મારી લારી ગલ્લાને હટાવાય : ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકને નડતરરૂપ વીજપોલને હટાવી સર્કલ મોટું કરાશે મોરબી : મોરબીમાં આજે પોલીસ અને પાલિકા તંત્રએ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે આજે માર્ગો ઉપર થયેલા ટ્રાફિકને નડતર રૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગાંધીચોક પાસેના પાર્કિગમાં દબાણો દૂર કરીને ખુલ્લું કરાયું હતું.તેમજગાંધીબાગના પાર્કિંગમાં આડેધડ વાહનો લોક મારી લારી ગલ્લાને હટાવાય ઉપરાંત પુલથી મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપરના દબાણોને દૂર કરીને વિજતંત્રને સાથે રાખી ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકને નડતરરૂપ વીજપોલને હટાવી સર્કલ મોટું કરાશે. મોરબીમાં જિલ્લા પોલીસ વડા કરનરાજ અને નગરપાલિકા દ્વારા આજે ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે માર્ગો પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એસપી કરનરાજ વાઘેલા એ ડિવિઝન પીઆઇ ચૌધરી અને પાલિકાના ધીરુભાઈ સરવૈયા ,અમીનભાઈ ,હિતેશભાઈ સહિતની ટીમે ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કર્યા હતા. તેમજ ઉમિયા સર્કલ પાસે ટ્રાફિકને નડતરરૂપ વિજપોલને હટાવી દેવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં પીજીવીએલના અધિક્ષક ભલાણીને સાથે રાખીને આ વીજપોલ દૂર કરવામાં આવશે અને ઉમિયા સર્કલને મોટું કરીને ટ્રાફિક સમસ્યા હળવી કરાશે. જેથી, વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી રાહત થશે. આ ઉપરાંત, શહેરના પાર્કિગ સ્થળો ઉપર આડેધડ પાર્કિગ અને લારી ગલ્લાનાં દબાણો દૂર કરીને આ પાર્કિગ સ્થળોને ખુલ્લા કરાયા હતા. મોરબીના ગાંધીચોક પાસેના પાર્કિગમાં દબાણો દૂર કરીને આ પાર્કિગ સ્થળને ખુલ્લું કરવામાં આવ્યું હતું. તેમજ ત્યાંની ગૌશાળાને હટાવી દેવાની સૂચના આપવામાં આવી હતી. એસબીઆઇ બેન્ક શાખા ગાંધીબાગમાં આવેલ પાર્કિગમાં આડેધડ પાર્ક થયેલા વાહનો લોક મારી કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમજ ત્યાં થયેલા લારી ગલ્લાનાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાડાપુલથી મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ઉભા રહેલા લારી ગલ્લાવાળાઓને ત્યાં દિવસ દરમિયાન નહિ પણ ફક્ત સાંજે જ ઉભા રહેવાની સૂચના આપી હતી. જેથી, મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર દિવસ દરમિયાન ટ્રાફિક સમસ્યા હળવી થશે.