મોરબી : પશ્ચિમ રેલવે, રાજકોટ દ્વારા રાજકોટ-વાંકાનેર વિભાગમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણે કેટલીક ડેમુ ટ્રેનો 15 ફેબ્રુઆરી સુધી રદ કરવામાં આવી છે. રાજકોટ રેલ્વે વિભાગના રાજકોટ-વાંકાનેર વિભાગમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણે 01 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી, 2020 સુધી કેટલીક ડેમૂ ટ્રેનો રદ કરવામાં આવી છે. જેના અંતર્ગત ટ્રેન નંબર 79454 રાજકોટ-મોરબી-વાંકાનેર અને ટ્રેન નંબર 79445 રાજકોટ-મોરબી તથા મોરબી-રાજકોટ વચ્ચે ડેમૂ ટ્રેનો અંશત રદ રહેશે. તેમજ ટ્રેન નંબર 79449 મોરબી-માળીયા મિયાણા અને ટ્રેન નંબર 79450 માળીયા મિયાણા-મોરબી ડેમુ ટ્રેનો સંપૂર્ણ રદ રહેશે.