વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેર તાલુકા સ્ટેશન વિસ્તારના પાંચ બુટલેગર્સને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટના હદપારી હુકમ અન્વયે હદપાર કરવામાં આવ્યા છે. જેમાં જેન્તીભાઇ મેરૂભાઇ સોલંકી (ઉ.વ. 50, ધંધો મજૂરીકામ, રહે. ગામ કોટડા નાયાણી, તા. વાંકાનેર), કાનાભાઇ વાહણભાઈ બાવરવા (ઉ.વ. 24, ધંધો મજૂરીકામ, રહે. ગામ માટેલ, તા. વાંકાનેર), સંજય ધીરુભાઈ માણસુરીયા (ઉ.વ. 23, ધંધો મજૂરીકામ, રહે. હાલ ઓરીડા સીરામીક કારખાને, નીચી માંડલ પાસે, તા. મોરબી, મૂળ ગામ ડુંગરપર, તા. હળવદ), અરવિંદ લધુભાઇ દંતેસરીયા (ઉ.વ. 34, ધંધો મજૂરીકામ, રહે. ગામ જામસર, તા. વાંકાનેર) તેમજ ઇનાયત અયુબભાઇ પીપરવાડિયા (ઉ.વ. 21, ધંધો મજૂરીકામ, રહે. વાંકાનેર)નો સમાવેશ થાય છે. આ આરોપીઓને 12 માસ માટે મોરબી, રાજકોટ શહેર જિલ્લા, રાજકોટ ગ્રામ્ય જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લા, કચ્છ (ભુજ) તથા જામનગર જિલ્લાની હદમાંથી હદપાર કરવા હુકમ કરેલ છે. આથી, આરોપીઓને ગઈકાલે તા. 29ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી હદપારી હુકમની બજવણી કરી આરોપીઓને હદપાર કરવા તજવીજ કરેલ છે.