વિવેકાનંદ સાયન્સ એકેડમી ખાતે યોજાયેલા સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગામનો ૪૦ હજાર લોકોએ મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામે આવેલ ન્યુ એરા વિવેકાનંદ સાયન્સ એકેડમી ખાતે બે દિવસીય સ્કીલ ડેવલોપમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જુદા-જુદા ૭૫ સ્ટોલ ઉભા કરાયા હતા. જેની ૪૦ હજારથી વધારે લોકોએ મુલાકાત લીધી હતી. જેમાં ૭૫ સ્ટોલની કમાણીમાં મળેલ નફો તેમજ રાત્રે યોજાયેલા 'મિશન મેરી મિટ્ટી' સાસંકૃતિક કાર્યક્રમમાં મળેલ લોક ફાળો મળી કુલ બે લાખનો ફાળો દેશના સિમાડાની રક્ષા કરતાં સૈનિક ફાળામા અર્પણ કરવામાં આવશે. હળવદના શક્તિ નગર પાસે આવેલી ન્યુ એરા વિવેકાનંદ સાયન્સ એકેડમી ખાતે સ્કીલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુશુપ્ત અવસ્થા બહાર આવે તેવાં હેતુથી ગારમેન્ટ, મોબાઈ ઝોન, આયુર્વેદિક સ્ટોલ, ખાણીપીણી, ચાની કેન્ટીન, કટલેરી આવા તમામ પ્રકારના ૭૫ જેટલા સ્ટોલ ખોલવામાં આવ્યાં હતાં. જેમાં ૪૦ હજારથી વધારે લોકોએ સ્ટોલની મુલાકાત લઈ ચીજવસ્તુઓ ખરીદી સૈનિક ફાળામા સહકાર આપ્યો હતો. તો સાથે બે દિવસીય સ્કીલ ડેવલોપમેન્ટ પોગ્રામમાં ૩ લાખનો વ્યવસાય થયો હતો. જેમાં ૧ લાખનો નફો થયો હતો જે નફો સૈનિક ફાળામા આપવામાં આવશે. આ ઉપરાંત, પ્રજાસત્તાક પર્વની ઢળતી સાસે 'મિશન મેરી મિટ્ટી' અંતર્ગત યોજાયેલા સાસંકૃતિક કાર્યક્રમમાં વિધાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજુ કરી આવેલા મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. જેથી, આમંત્રિત મહેમાનોએ ૧ લાખથી વધુ લોકફાળો આપી દેશ સેવામાં સમર્પિત કર્યો હતો. જેથી, મળેલી રૂપિયા બે લાખની માતબર રકમ સૈનિક ફાળામા અર્પણ કરવામાં આવશે તેમ શાળા સંચાલકો દ્વારા જણાવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બાનાવવા રાજેશભાઈ ફેફર, રાજેશભાઈ અમૃતિયા, મહેન્દ્રસિંહ પઢીયાર, આચાર્ય વિજયભાઈ અમૃતિયા, વિક્રમસિંહ કાશેલા, વિશાલભાઈ અમૃતિયા સહિત શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ દેશસેવામા ભાગીદાર થનાર લોકોનો આભાર માન્યો હતો.