સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીની રજુઆત, પ્રશ્નનું વહેલી તકે નિવારણ લાવવાની માંગ મોરબી : મોરબીના લાયન્સનગર અને ગોકુલનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી રોડ રસ્તા ઉપર ફરી વળતા હોવાથી સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. ત્યારે આ મામલે સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારીએ ચીફ ઓફિસરને રજુઆત કરીને યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠાવી છે. અબ્દુલભાઇ બુખારીએ રજુઆતમાં જણાવ્યું છે કે શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર અંર ગોકુલનગરમાં શનાળા તરફથી આવતું ગટરનું પાણી એકત્ર થઈ જાય છે. એક માસમાં અંદાજે બેથી ત્રણ વખત દુર્ગંધ મારતું પાણી છલકાય છે અને રહીશોને હાલાકી વેઠવી પડે છે. શહેરના છેવાડાના ગણાતા આ પછાત વિસ્તાર તરફ પાલિકાનો કોઈ કામ કરવાનો ઈરાદો ન હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. જો આ પ્રશ્ન હલ નહિ થાય તો સ્થાનિકો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા તૈયાર પણ છે. માટે તાત્કાલિક આ પ્રશ્નનું નિરાકરણ લાવવા પાલિકા તંત્ર પગલાં લ્યે તેવી માંગ છે.