મોરબી : આજથી 200 વર્ષ પહેલાં સંત શ્રી જલારામ બાપાએ સેવાની અલખ જગાવી હતી. ભુખ્યાને ભોજન આપવાનું એ સદાવ્રત કાર્ય પાછલા બસ્સો વર્ષથી અવિરત ચાલ્યું આવે છે. આ વર્ષે એ સેવાકાર્યની બે સદી પૂર્ણ થતાં મોરબી સ્થિત જલારામ મંદિર ખાતે એક અનેરા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ બાપાએ સ્થાપેલ 'જ્યાં ટુકડો, ત્યાં હરિ ઢૂંકડો'ની વિભાવનાને લઈને વીરપુર મુકામે શરૂ કરેલ સદાવ્રતને બસ્સો વર્ષ પૂર્ણ થતાં મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયેલા દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ધૂન-ભજન, મહાઆરતી તથા મહાપ્રસાદ સહીતના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેનો લાભ અનેક ભાવિકોએ લીધો હતો તેમજ જેમાં બહોળી સંખ્યામા ભક્તજનોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.