મોરબી : મોરબીના શનાળા રોડ, જી.આઈ.ડી.સી.પાસે જે.કે. પેઇન્ટમાં દિવ્યાંગ બાળકો માટેની સ્કૂલ કાર્યરત છે. જેમાં મગજનો લકવો (સેલિબર પાલસી), હાથ-પગની ક્ષતિ (ઓર્થોપેડિક હેન્ડી કેપ), શ્રવણ ક્ષતિ (હિયરિંગ ઈંપેરિમેન્ટ), મેન્ટલી ચેલેન્જ (એમ.આર.) વગેરે 110 જેટલા બાળકો માટે માનવ મંદિર ટ્રષ્ટ અને દાતાઓના સહયોગથી માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા કાર્યરત છે. જેમાં બાળકોને જીવન કૌશલ્યો શીખવવામાં આવે છે. સમાજ સન્માન ભેર જીવી શકે, ઘર ના એક ખૂણામાં પડ્યા ન રહેતા શાળામાં આવે અને એને મનગમતી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. 71 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલા સંસ્કૃતિક કાર્યક્રમમાં આ શાળાના બાળકોએ આવો બચ્ચો તુમ્હે દિખાયે ઝાંખી હિન્દુસ્તાન કી, કહાં રહેતે હો એ પ્રભુ,નના મુન્ના રહી હું દેશ કા સિપાહી હું, મોજમાં રે મોજમાં, નન્હેં મુંને બચ્ચે તેરી મુઠીમે કયા હૈ?, દેશ રંગીલા પર પિરામિડ, સદેશે આતે હૈ, બાલા બાલા, આઈ લવ માઈ ઇન્ડિયા વગેરે સત્તર જેટલા દિવ્યાંગ બાળકોએ દંગ રહી જાય તેવા પરફોર્મન્સ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમ તૈયાર કરાવવામાં મિત્તલબેન કૈલા, દીપાબેન કોટેચા, હંસાબેન, દુર્ગાબેન કૈલા વગેરેએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.