માળીયા (મી.) : શ્રી ચાંચાવદરડા પ્રાથમિક શાળામાં 71માં પ્રજાસતાક દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય અશ્વિનભાઈ પટેલ સહિત શાળાના દરેક શિક્ષકોના સહયોગથી ગામના સરપંચ હરિભાઈ બાવરવા, સભ્ય મહેન્દ્રસિંહ જાડેજા તથા ગામનાં અગ્રણી રાજુભાઇ બાવરવાના હસ્તે શાળાના તમામ વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરપંચ શ્રી અને સભ્ય શ્રી દ્વારા બાળકોને ઉજવણીના સમાપન સમયે અલ્પાહાર આપવામાં આવ્યો હતો.