વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલીડા ગામ પાસે એક કારખાનામાં કામ કરતા સમયે ત્રીજા માળેથી પટકાતા યુવકનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ જાલીડા ગામ પાસે આવેલ સેનેટ ફેક્ટરીમાં કામ કરતા સમયે ગોવિંદભાઈ તીરાભાઇ નાયકનું અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતાં તેઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. તેના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.