મોરબી : તોરણીયાધામ આશ્રમની ગૌશાળાના લાભાર્થે 26 જાન્યુઅરીને રવિવારે શુભમ હાઇટ્સ, લક્ષ્મીનગર સોસાયટી, રવાપર ખાતે નકલંક નેજાધારી રામામંડળ રમાશે. આ રામામંડળમાં કોમેડી કિંગ ભોલો તેમજ ગાયક કલાકાર મિલન કાકડીયા તેની કલાથી ઉપસ્થિત જનમેદનીને મોજ કરાવશે. આયોજક ભરતભાઇ અમરશીભાઈ હુલાણીએ આ રામામંડળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.