ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર ભાવિકોને ભક્તિ રસમાં તરબોળ કરશે : શ્રી કરુણાનિધાન આશ્રમના 12 વર્ષ પૂર્ણ થતાં ત્રિદિવસીય ઉત્સવ અંતર્ગત મહાયજ્ઞ યોજાશે મોરબી : તાલુકાના નવા ખારચિયા (ઓમનગર) સ્થિત શ્રી કરુણાનિધાન આશ્રમના બાર વર્ષ પૂર્ણતા દિનની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે આદ્યશક્તિ માં મહાયજ્ઞ તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 24 જાન્યુઆરીને શુક્રવારે રાત્રે 09:15 કલાકે શ્રી કરુણાનિધાન આશ્રમ ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં પૂ. મહંતશ્રી જયશ્રીદાસ માતાજી (ભજનિક), શ્રી શૈલેષ મહારાજ (ભજનિક), મેહુલ મકવાણા (બેંજો વાદક), બિરજુ બારોટ (ભજનિક), અશોક ગોંડલીયા, નિકુંજ અગ્રાવત, જીતુ બગડા (ઉસ્તાદ), પ્રકાશભાઈ, મનીષ (મંજીરા) સહિત ખ્યાતનામ કલાકાર ઓસમાણ મીર (ભજન-ગઝલ ગ્રુપ) રાતભર ભજનોની રમઝટ બોલાવશે. નવા ખારચિયા સ્થિત આશ્રમને બાર વર્ષ પૂર્ણ થતાં ત્રિદિવસીય ઉત્સવમાં પધારવા મહંતશ્રી તેમજ સેવકો સહિત આયોજકોએ જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે.