મોરબી : આવનારી 26 જાન્યુઆરીના દિવસે મહેન્દ્રનગર સ્થિત સર્વોપરી સ્કૂલમાં એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળા સંચાલકોએ, વિદ્યાર્થીઓએ મેળવેલી પરિણામરૂપી સિદ્ધિને બિરદાવવા વાલીગણને સપરિવાર ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. મહેન્દ્રનગર ખાતે આઈ ટી આઇ કોલેજની સામે, ઉમા વિલેજ રોડ પર આવેલી સર્વોપરી સ્કૂલમાં 26 જાન્યુઆરીએ સવારે 8થી 11 કલાક દરમ્યાન ઉક્ત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.